તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ ની સ્થાપન
તત્વ જ્ઞાન શક્તિ રેસિડેનશિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, મોડાસા – શૈક્ષણિક શ્રેષ્ઠતા તરફ દોરી જાયતો માર્ગ
તત્વ જ્ઞાન શક્તિ રેસિડેનશિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, અરવલ્લી જિલ્લાના હૃદયસ્થળ મોડાસા નગરમાં, જિલ્લા કલેક્ટર કચેરી સામે સ્થિત એક વિશાળ અને સજજ 10 એકરના કેમ્પસમાં આવેલી શ્રેષ્ઠ અને અગ્રણી શૈક્ષણિક સંસ્થા છે. ૨૦૧૦ થી અનવરત રીતે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સેવા આપતી આ સંસ્થાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. અમે માત્ર પાઠ્યપુસ્તક આધારિત જ્ઞાન પૂરું પાડતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તરફ અભિમુખ રહીએ છીએ. શાળાનું મુખ્ય ધ્યેય છે – “ઉત્તમ શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ“, જેના દ્વારા વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, માનવતાની ભાવના, સામાજિક જવાબદારી તથા રાષ્ટ્રપ્રેમ જેવા મૂલ્યો ઊંડા પાડવામાં આવે છે.શાળા GSEB (Gujarat Secondary Education Board) સાથે સંકળાયેલી છે અને ધોરણ ૬ થી ૧૦ અને ૧૧-૧૨ આર્ટસ કોમર્સ અને સાયન્સ ના વર્ગો ની મંજૂરી મળેલ છે. શાળા માં અભ્યાસ નું માધ્યમ ગુજરાતી છે અને NCERT નો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે શાળા શૈક્ષણિક કક્ષાએ ઉચ્ચતમ પરિણામો આપે છે.
આ શાળા રેસિડેનશિયલ હોવાના કારણે વિદ્યાર્થીઓ માટે આરામદાયક અને શિસ્તપૂર્ણ ૩૦૦ બેડ ધરાવતી હોસ્ટેલ (ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ) અને વિશાળ ભોજન કક્ષ સુવિધા પણ ઉપલબ્ધ છે, જે તેમને ઘરથી દૂર પણ ઘર જેવી લાગણી આપે છે. કુશળ અને અનુભવી શિક્ષકમંડળ, આધુનિક ભવન, સંપૂર્ણ ડિજિટલ ક્લાસરૂમ, વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ, વિશાળ લાઈબ્રેરી અને રમતગમતના સુવ્યવસ્થિત મેદાનો શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિશેષતાઓ છે.
તત્વ જ્ઞાન શક્તિ સ્કૂલ એ માત્ર શાળા નહીં, પરંતુ એ એક સંસ્કાર કેન્દ્ર છે – જ્યાં ભાવિ પેઢી ઘડાય છે, સંસ્કારથી સંચિત થાય છે અને વિશ્વમંચ પર પોતાનું સ્થાન બનાવે છે.
12+ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટતાની પરંપરા
55+ અનુભવી અને લાયકાત ધરાવતા શિક્ષકો
સ્માર્ટ ક્લાસરૂમ્સ અને કમ્પ્યુટર લેબ સુવિધાઓ
55+ અનુભવી અને લાયકાત ધરાવતા શિક્ષકો
તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ ની સ્થાપન
તત્વ કેમ્પસ માં ઇજનેરી અભ્યાસક્રમો નો પ્રારંભ
સંસ્થા ખાતે માસ્ટર ના અભ્યાસક્રમો નો પ્રારંભ
તત્વ જ્ઞાન શક્તિ રેસિડેનશિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ નો પ્રારંભ
“શિક્ષણ એ માત્ર ભણાવવાનું સાધન નથી – તે જીવનના તમામ પાસાંઓને ઉજળા બનાવવાનો પ્રયાસ છે.તત્વ જ્ઞાન શક્તિ રેસિડેનશિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ એ માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી, પણ બાળકોના ભવિષ્યને ઘડતું એક સંસ્કારમય પરિવાર છે.અમારી ટીમ વિદ્યાર્થીના બૌદ્ધિક વિકાસ સાથે-સાથે નૈતિક મૂલ્યો, શિસ્ત, નેતૃત્વ અને આત્મવિશ્વાસનો વિકાસ કરે છે.
અમે એવું વાતાવરણ ઊભું કર્યું છે જ્યાં જ્ઞાન અને સંસ્કાર સાથે સાથે સાહસ, સ્પર્ધા અને સહકારની ભાવનાઓ પણ studentsમાં વિકસે છે.શાળાની રોજિંદી પ્રવૃત્તિઓમાં સર્જનાત્મકતા, જીવન કૌશલ્ય અને સમયની શિસ્ત પર ભાર મુકાય છે.અમે માનીએ છીએ કે દરેક બાળક એ આગવી પ્રતિભાનો પ્યાલો છે અને તેને યોગ્ય દિશામાં ભેળવીને તેજસ્વી ભવિષ્ય તરફ દોરી શકાય છે.
કેમ્પસમાં ઉપલબ્ધ આધુનિક લેબ્સ, સીસીટીવી સુરક્ષા, વાઈફાઈ, લાઇબ્રેરી અને રમતગમત જેવી સગવડોથી શાળાનું વાતાવરણ સંપૂર્ણ વિદ્યાર્થી-કેન્દ્રિત છે.હું દરેક વિદ્યાર્થીના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે તત્વ સંસ્થાની પ્રતિબદ્ધતા માટે ગૌરવ અનુભવું છું અને તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને આમંત્રિત કરું છું કે તેઓ આ સંસ્થાનું સંચાલન અનુભવે અને ભવિષ્ય ઘડે.
“શિક્ષણ એ માત્ર ગુણાંક સુધી સીમિત નથી, તે વ્યક્તિના સ્વરૂપને ઘડતું એક સાધન છે.આજેના સ્પર્ધાત્મક યુગમાં બાળકોમાં માત્ર જ્ઞાન જ નહીં, પણ મૂલ્યો, દાયકતાનું ભાવ, અને આત્મવિશ્વાસ પણ વિકસિત કરવો અત્યંત આવશ્યક છે.
તત્વ જ્ઞાન શક્તિ સ્કૂલમાં અમે વિદ્યાર્થીને સર્વાંગી રીતે ઘડવાનો દૃઢ સંકલ્પ લીધો છે.અહીંના પ્રતિષ્ઠિત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારિક જ્ઞાન, માર્ગદર્શન, અને શૈક્ષણિક ,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માધ્યમથી આંતરિક શક્તિ ઉજાગર કરવામાં આવે છે.અમે એવી શૈક્ષણિક પરંપરા ઉભી કરી છે, જ્યાં શિસ્ત અને પ્રેમ સાથે શીખવાનો આનંદ હોય છે.દરેક બાળકની અંદર અજાયબી છૂપાયેલી હોય છે, અને આપણું કાર્ય એ તેને શોધી ઉજાગર કરવાનો છે.
હું દરેક વાલી અને વિદ્યાર્થીને આમંત્રિત કરું છું કે તેઓ આ સંસ્થા સાથે જોડાઈને જ્ઞાનના આ યજ્ઞમાં સહભાગી બને.”