તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ, મોડાસા સંચાલિત
જ્ઞાન શકિત રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એકસેલન્સ
ગુજરાત સરકાર માન્ય

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

સામાન્ય માહિતી

જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સ (GSRS) ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી રેસીડેન્સીયલ સ્કૂલ્સ છે, જે ધોરણ ૬ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ગુણવત્તાપૂર્ણ અને સળંગ અભ્યાસ, રહેઠાણ અને અન્ય સુવિધાઓ સાથે ઉચ્ચ સ્તરની શિક્ષણ આપે છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં GSRS શાળાઓ આવેલી છે:

  • મોડાસા (અરવલ્લી)
  • અમરેલી
  • જામનગર
  • વડોદરા
  • સુરત
  • મહેસાણા
  • ભાવનગર
  • સાબરકાંઠા
  • દાહોદ
  • મહીસાગર
  • વગેરે..

 

પ્રવેશ પ્રક્રિયા

પ્રવેશ મુખ્યત્વે ધોરણ ૬ માં મળે છે. કેટલીક વખત બીજા સત્રમાં પણ પ્રવેશ માટે તક મળે છે.
પ્રવેશ માટે શિક્ષણ વિભાગ દ્વારા કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (CET) લેવામાં આવે છે. પરીક્ષા પાસ કર્યા બાદ મેરીટ મુજબ વિદ્યાર્થીઓને ઓનલાઈન સિસ્ટમથી શાળામાં ફાળવવામાં આવે છે.
  • જન્મનું પ્રમાણપત્ર
  • છેલ્લી પાસ કરેલી ધોરણની માર્કશીટ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • રહેઠાણ પ્રમાણપત્ર
  • કેટેગરી પ્રમાણપત્ર (જોઈએ તો)
  • અન્ય જરૂરી દસ્તાવેજો શાળા પ્રમાણે માંગવામાં આવે છે
દરેક શાળાની બેઠકો અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, અમુક શાળામાં ૧૫૦ તો અમુક શાળામાં ૩૦૦ જેટલી બેઠકો હોય છે.

રહેઠાણ અને સુવિધાઓ

હા, તમામ જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સમાં રહેઠાણ (હોસ્ટેલ) અને ભોજનની વ્યવસ્થા છે.

આ સ્કૂલ્સમાં શિક્ષણ, રહેઠાણ અને ભોજનની સુવિધા સરકાર દ્વારા નિ:શુલ્ક આપવામાં આવે છે.

રહેઠાણ અને સુવિધાઓ

તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સ, મોડાસા

તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ એક નોન-પ્રોફિટ પબ્લિક ટ્રસ્ટ છે, જે વિવિધ સામાજિક ક્ષેત્રોમાં કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા મોડાસા (જિલ્લો અરવલ્લી) ખાતે “જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલેન્સ” સંચાલિત થાય છે.
પ્રવેશ માટે રાજ્યવ્યાપી કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (CET) લેવાય છે. પરીક્ષા પાસ કર્યા પછી મેરીટ મુજબ અને બેઠકોની ઉપલબ્ધી પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે.

કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ પાસ કર્યા પછી મેરીટ મુજબ અને ઉપલબ્ધ બેઠકો પ્રમાણે પસંદગી થાય છે. પસંદ થયેલા વિદ્યાર્થીઓને ઓનલાઈન સિસ્ટમથી શાળા ફાળવવામાં આવે છે.

શાળામાં શિક્ષણ, રહેઠાણ અને ભોજનની તમામ સુવિધા સરકાર દ્વારા નિ:શુલ્ક આપવામાં આવે છે.
  • છોકરાઓ માટે: ૧૫૦ બેઠકો
  • છોકરીઓ માટે: ૧૫૦ બેઠકો
  • સંપૂર્ણ રેસીડેન્સીયલ સુવિધા (હોસ્ટેલ અને ભોજન)
  • ગુણવત્તાપૂર્ણ શિક્ષણ
  • સ્પોર્ટ્સ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય
  • નિ:શુલ્ક શિક્ષણ, રહેઠાણ અને ભોજન
મુખ્યત્વે ધોરણ ૬ માં પ્રવેશ મળે છે.
  • જન્મ પ્રમાણપત્ર
  • છેલ્લી ધોરણની માર્કશીટ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • કેટેગરી પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
  • સરનામું:
    તત્વ કેમ્પસ, કલેકટર ઓફિસ સામે,
    મોડાસા-શામળાજી રોડ, તાલુકો મોડાસા,
    જિલ્લો અરવલ્લી, પિન: 383315

    સંપર્ક:

    • જયદત્તસિંહ આર.પુવાર : ૯૦૯૯૦૬૩૪૮૭
    • ભરત બી. દરજી : ૯૯૦૪૬૧૦૬૪૬
તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મોડાસામાં “Tatva Institute of Technological Studies” પણ સંચાલિત થાય છે, જેમાં ડિપ્લોમા, બી.ટેક અને એમ.ટેક જેવા ટેકનિકલ કોર્સીસ આપવામાં આવે છે.
  • CET પ્રવેશ માટે: gssyguj.in પર રેસીડેન્સીયલ સ્કૂલ્સની યાદી
  • Tatva Foundation Trust: tatvamodasa.com
  • Tatva Institute of Technological Studies: tatvamodasa.com અથવા ઓફિસ પર સંપર્ક

મહત્વપૂર્ણ નોંધ

આ માહિતી સત્તાવાર સૂચના અને જાહેરાત પ્રમાણે અપડેટ કરવામાં આવે છે. વધુ પ્રશ્નો માટે કૃપા કરીને અમારા સંપર્ક નંબર પર ફોન કરો અથવા ઇમેઇલ કરો.

Scroll to top